વૃદ્ધમ્ શરણમ્ ગચ્છામિ

આવ સમસ્યા નામી-અનામી :

વૃદ્ધમ્ શરણમ્ ગચ્છામિ;               

પીસે ચિંતા સાવ નકામી :

વૃદ્ધમ્ શરણમ્ ગચ્છામિ;

જાય સ્વજન પ્રિય મિત્ર – સલામી!! :

વૃદ્ધમ્ શરણમ્ ગચ્છામિ!               

જુવાળ હો યા હોય સુનામી :

વૃદ્ધમ્ શરણમ્ ગચ્છામિ!               

સવાર સુંદર,

બપોર બરછટ;                 

સમીસાંજ આવી ઢળવાની :

વૃદ્ધમ્ શરણમ્ ગચ્છામિ!

Leave a Comment