પથારી ઝાપટી મારી

પથારી ઝાપટી મારી સ્વચ્છ ચાદર પાથરી,

ઓશીકું પાતળું,  પાસે પાણીનું પાત્ર રાખજોઃ

નહીં બોલાવશો કોઈ મને ઢંઢોળશો નહીં –

ઉંઘમાં જ કદી મારી મીંચાઈ જાય આંખ જો!

Leave a Comment