તરસ્યો ન’તો

તરસ્યો ન’તો

કિંતુ પરબને જોઈને લાગી તરસ :

વરસ્યા કર્યું

દેમાર અનરાધાર તેં આખું વરસ!

કરી કુદરતે કૃપા, અવકૃપા કરી માણસે :

સહસ્રશત દુઃખ ને શતસહસ્ર આશા ફળે!

અહીં ગગન ગૂઢ ને સૂરજ ચંદ્ર તારા મળ્યા

અનંત અવની મળી અતિઅનંત બ્રહ્માંડમાં,

સમુદ્ર સરિતા તળાવ ઘરમાં જ કૂવો મળ્યા

હવા પવન માણસો મન મળ્યાં – મળ્યાં તે મળ્યાં!

Leave a Comment