અતિસ્નેહ

કોઈની આંખ રડે, કોઈનું મંન રડે

એક શબ્દ વડે,

વળી મૌન વડે,

કદી વાણી તણા અતિરેક વડે,

અવિવેક વડે,

જડ ટેક વડે,

અનિમેષ અકારણ રૈન વડે,

મનથી મન જ્યાં અનિકેત ભમે,

ક્ષણ બે ક્ષણ ચેન પડે ન પડે,

જરી અણગમતા વર્તંન વડે

કોઈની આંખ રડે, કોઈનું મંન રડે

જવ કૈંક અડે :

ધરુને તરુનો અભિષેક ચઢે;

અતિસ્નેહ દડે…

કોઈની આંખ રડે, કોઈનું મંન રડે

Leave a Comment