‘રૂંવે રૂંવે કંટક’ના કવિને

શીત પવનની મધુર લહર પાલવ સ્પર્શાવી જાયઃ

રોમ રોમમાં કવિના કંટકની કવિતા અંકાય!

રૂંવે રૂંવે કંટક, કંટક કંટક ખીલે ફૂલ :

ફૂલે ફૂલે ભ્રમર, ભ્રમરને સંગ મળે અનુકૂલ!

જીવન મીઠ્ઠો દરિયો – ભરતી કબૂલ, ઓટ કબૂલ :

હું તન્મય પ્રિય, હો મન્મય તું – પળ બે પળ પ્રતિકૂળ!

મન માને, મતિ નહિ માને; મતિ માને, મન વંકાય :

મન તકલી, દુઃખ રૂની પૂણી : સુખ સૂતર કંતાય!


‘રૂંવે રૂંવે કંટક’ના કવિ: નવિન મોદી

Leave a Comment