નેનો (આરોહી કહે છે…)

નાના-નાની નેનો લાવ્યાં –

નાનાં નાનાં પૈંડાવાળી,

નાની નાની લાઈટવાળી,

સર સર… સરતી

રમતી હસતી

સહુથી સુંદર, સહુથી સસ્તી

કેવી મઝાની હાઈટવાળી!

ન્હૈં આનાકાની, ભૈ મક્કમ

નાના-નાની નેનો લાવ્યાં!

જેમ દૂધમાં સાકર ભળતી,

એમ રોડ-ટ્રાફીકમાં મળતી,

સહુને બાય બાય ટાટા કરતી

ગરવી ગુજરાતણ ઝળહળતી

હળતી મળતી!

કોણ કહે એ ચાલે ધીમી?…

એક લીટરમાં પચ્ચીસ કી.મી.!

Leave a Comment