PET કરાવે વેઠ

મહાસાગરને ઝૂલે ઝૂલતી ને ઝુલાવતી :

ન્યુ પૉર્ટ વૉક-વે, સામે પાર ન્યુ યૉર્ક વૈભવી!

એમ્પાયર સ્ટેટ બીલ્ડીંગે ત્રિરંગાના પ્રકાશમાં

સ્વતંત્રતા દિને લીધો મને સ્વબાહુ પાશમાં!

ટ્વીન ટાવર પોઢેલા સારસ-સારસી સમા

અટૂલું એકલું ઊભું વર્લ્ડ ટ્રેડીંગ કેંદ્ર ત્યાં!

ગાઢ આલિંગને ઝૂમે શ્વેત-અશ્વેત બેલડી;

શ્વેતસુંદરને ચૂમે અધરે શ્વેત સુંદરી!

સ્મિત સૌંદર્ય સંચારે હિલ્લોળે આંખ આંખમાં

ગર્વીલી ભારતી ઘૂમે પરોવી હાથ હાથમાં!

અમીરોની ખુમારીની જોઈ મેં કરુણાંતિકા :

અલ્પાતિઅલ્પ વસ્ત્રોમાં મ્હાલતી કૈં અમીરિકા!

શકય છે મેડમો માટે ઉનાળો આકરો વધુ

કે પ્રથા જ અહીં એવી-યથા ઈચ્છસિ તથા કુરુ!

શેઠને પેટ દોરે ને PETને શેઠ દોરતા;

દેશ છે સ્વચ્છતાનો આ – કરાવે વેઠ PET જયાં!


જર્સી સીટી, ન્યુ પૉર્ટમાં હડસન નદીના વૉક-વે પર: ન્યુ પૉર્ટમાં હડસન નદીના વૉક-વે પર (કદાચ અમેરિકામાં બધે જ), થોડા થોડા અંતરે, pet એ કરેલી ગંદકી સાફ કરવા માટે પ્લાસ્ટીકની કોથળીઓ અને પાસે તેના નીકાલ માટે બાસ્કેટ હોય છે. Pet નો મળ (મૂત્ર નહીં) સાફ કરવો ફરજિયાત છે.

Leave a Comment