ઉંઘ મને આવી!

એવી તે ઉંઘ મને આવી સંતોકબા,

એવી તે ઉંઘ મને આવી

જેવી રે આંખડી મીંચાણી બપ્પોરના

એવી તે ઉંઘ મને આવી!

રણકેલી ફોન તણી ઘંટડી સંતોકબા,

ટણકેલી ડોરબેલ-વાણી –

તોય મને કેમ ન્હૈં જગાડે સંતોકબા,

બપ્પોરે નીંદરની રાણી!

મધરાતે હોય નહીં જાગવું સંતોકબા,

તોય કેમ આંખમાં લપાણી સંતોકબા

મીંદડી અનીંદરની રાણી!

બપ્પોરના એવી તે ઉંઘ મને આવી!

1 thought on “ઉંઘ મને આવી!”

Leave a Comment