માકડું

આ જીતમાં જે હાર છે એ પ્યાર છે,

ને હારમાં જે જીત છે એ પ્રીત છે,

આ સખ્યમાં જે ક્ષેમ-પ્રેમ જ પ્રેમ એ,

ને વ્હાલ અનરાધાર અપરંપાર જે!

એ વ્રેહમાં મન મૌન મ્હાલે – નેહ એ,

ઉર નેત્રજલ થઈ દડદડે – અતિસ્નેહ એ!

વિરહાગ – એનો તાપ નહિ જીરવાય પણ,

ને હેત – એ છલકાય પણ ઉભરાય પણ!

રહે જીવ અદ્ધર કે બળે તો છો બળે

કહે લાગણીને બુદ્ધિ સંગ હળેમળે,

ને લાગણી આગળ ન બુદ્ધિ ઝૂકયા કરે

જ્યાં બેઉ સદ્ધર – સાધ કામ કળેવળે!

રે મન, મધુર મલકાય તું અકળાય પણ –

કે મર્મ એ મલકાટનો ન કળાય પણ!

હાં ધન્ય તુજ ને માકડું કહેનાર સહુ;

પણ હું નહીં –

હું નહીં… મને દે જંપવા બેચાર ક્ષણ!

1 thought on “માકડું”

Leave a Comment