માણસ આવ્યો!

અધરાતે મધરાતે આવ્યો,

પરોઢિયે પરભાતે આવ્યો…    જાગો!

            ભાગો…  માણસ આવ્યો!

આથમણે અજવાળે આવ્યો,

ભરબપ્પોર ઉનાળે આવ્યો…    બાઘ્ઘો!

            ભાગો…  માણસ આવ્યો!

અકડીને રખડીને આવ્યો,

તકલાદી લકડી લે આયો…    ભાંગો!

            ભાગો…  માણસ આવ્યો!

માણસનો માણસને, પશુને,

પંખીને, વન, ઉપવનને ભય…    લાગ્યો!

            ભાગો…  માણસ આવ્યો!

`આગળ હું, સહુ પાછળ પાછળ’;

આગળ નહિ, પાછળ રહી ભસવા…    લાગો!

            ભાગો…  માણસ આવ્યો!

`માણસથી ભૈ બધા જ બીવે’,

કારણ કે પરભોગે જીવે…    કાગ્ગો!

            જાગો…  માણસ ભાગ્યો!

Leave a Comment