કેટલું રે કામ!

કેટલું રે કામ મારે કેટલું રે કામ :

આરામનું નહિ નામ, મારે એટલું રે કામ!

મારે જ રમવાનું, વળી મારે જ પાછાં મૂકવાનાં

સૌ રમકડાં જ્યાં હતાં ત્યાં; રે ડીસીપ્લીન નામ!

મારે જ ભણવાનું અને મારે વ્યવસ્થિત રાખવાનાં

પેન, પેન્સિલ, નોટ, પુસ્તક, સ્કૂલ-બેગ શું કામ!

કેટલું રે કામ મારે કેટલું રે કામ!

જેટલું રે કામ મારે એટલો વિશ્રામ

ડેડ – મમ્મા – ભાઈને, બસ તોય હું બદનામ!

કેટલું રે કામ!

જાગવાનું, ન્હાઈને બસ-સ્કૂલ માટે ભાગવાનું,

આવવાનું, સંગ ટીવી હોમવર્ક પતાવવાનું,

કલાસમાં જવું, વાંચવાનું, યાદ સઘળું રાખવાનો

ટાઈમ કયાં છે ટાઈમ!

ટાઈમ કયાં છે? – દિવસ પૂરો થાય આમ જ આમ

કેટલું રે કામ, મારે કેટલું રે કામ!

જેટલું રે કામ મારે,એટલો સંગ્રામ –

ડેડ – મમ્મા – ભાઈ, સૉરી, નહિ કરું બદનામ;

કેટલું રે કામ સૌને કેટલું રે કામ!

Leave a Comment