ખરેખર

ખરેખર સ્વર્ગ જેવું કૈં અને છે નરક જેવું કૈં?

નહીં માને તો ન્હૈં ને ન્હૈં, અને માને તો અહીં ને અહીં!

ખરેખર શ્વાસ જેવું કૈં હશે નિઃશ્વાસ જેવું કૈં?

હશે પણ, ન્હૈં હશે પણ – હોય જો વિશ્વાસ જેવું કૈં!

ખરેખર વ્રેહ જેવું કૈં અને છે નેહ જેવું કૈં?

નહીં માને તો અક્કલ ન્હૈં, અગર માને તો મનની મહીં!

ખરેખર દેવ જેવું કૈં અને છે દૈવ જેવું કૈં?

તું ચાહે તે મળે – કર દોસ્ત કર્મ સ-દૈવ એવું કૈં!

ખરેખર અંત જેવું કૈંક હોય અનંત જેવું કૈં?

સતત ન્હૈં બોલવાની સૈં, સતત બસ બોલવાની સૈં!

જવું છે ચંદ્રની એ પાર લેવા સૂર્ય જેવું કૈં?

ટકાવી રાખવું અસ્તિત્વ હો તો રિસ્ક લેવું ન્હૈં!

Leave a Comment