કેમ મને જ?

મને જ કયમ ઓછી ઊંચાઈ,

કેમ મને અતડાઈ?

મને જ કયમ શર્દી કાયમની,

આળસની અક્કડાઈ?

મને જ શાને રકતશર્કરા –

શિસ્ત જ એક મીઠાઈ?

કેમ અનીંદર દે નીંદરને

સાદ કૃષ્ણગુણ ગાઈ?

અશાંત મનને પ્રશાંત મેધા –

તનયા લાડકવાયી;

કોઈ મને કહેશો, – હરિદત્તા

હરિને કેમ પરાયી?

હું જ કેમ મનમૂજી? સહુ

મનમોજી – પ્રીત સધાઈ!

કેમ મને અકળાવે `સબસે

ઊંચી પ્રેમ સગાઈ’?

મને જ કયમ મન ડોલનશૈલી,

કેમ અવળચંડાઈ?

`કેમ મને જ?’ – મને કયમ એવી

અળવીતરી નબળાઈ?!

Leave a Comment