દૂર સુદૂર

સુદૂર પરદેશમાં તનય સંગ ર્ હેવા મળે,

છતાં વતન સાંભરે, સ્વજન યાદ આવ્યાં કરે!

સવાર પડતા જ સાંજ ઢળતી હશે ત્યાં; અરે,

પ્રશાંત મમ પિંડમાં સમયચક્ર ટિક્ ટિક્ કરે!

ગમે રિષિકુમારનું hug, ઘણું ગમે બોલવું

અમેરિકન સ્ટાઈલમાં – હસન ચંદ્રના બિંબશું!

અમેરિકન* પૌત્ર ને તમિલ છો અમારી વહુ :

પ્રશસ્ત ગુજરાતનું `જ્જવળ ભવિષ્ય સૌમાં લહું!’

અપાર પરદેશમાં ધન હશે, હશે સભ્યતા;

પરંતુ નિજ દેશમાં તનયનાં રહ્યાં મૂળિયાં :

પ્રકુલ્લિત કુટુંબ હો – ઉભયનું અહોભાગ્ય કે

અમે સહુ કૃપાલુની પરમ દૃષ્ટિ આરાધીએ!

દિનાંત `ગુડ નાઈટ’ ન્હૈં, `જય શ્રીકૃષ્ણ’ સ્નેહાર્દ્ર ક્હૈ

કરે ચરણસ્પર્શ એ કલિયુગી ચમત્કાર ન્હૈં?


*  અમેરિકન સીટીઝન

1 thought on “દૂર સુદૂર”

Leave a Comment