ગંગા – એકાક્ષરી કાવ્ય

(સ્કંદપુરાણના કાશીખંડમાં ગાયેલાં ગંગાનાં સહસ્ર નામોમાંથી કેટલાંક નામો)


અદ્રિરાજ સુતા અવ્યક્ત લક્ષણા ૐકાર સુરૂપિણી

આપન્નાર્તિવિનાશિની ચ અજિતા આઢ્યા ચ ઓજસ્વિની

અક્ષોભ્યા અભયા અનંતમહિમા અદ્ભુતરૂપા’ચ્યુતા

આનંદામૃતવર્ષિણી અઘહરા આનંદવલ્લી સદા

આપ્રા ઓદનદાયિની અલકનંદા`મલા અન્નદા

આખ્યા આર્ધસુસેવિતા, ચ અનવચ્છિન્ના સુઆરોગ્યદા

ઈષ્ટા ઈશ્વરવલ્લભા `મૃતસ્રવા ઈડ્યા’ સુદા ઈંદિરા

ઈંદ્રાદિપરિવંદિતા ઈતિ ઈલાલંકારમાલા તથા

ઉક્ષા ઊર્ધ્વગતિપ્રદા ઉપરિચારિણી’શ્વરી ઊર્મિલા

ઋદ્ધિદાત્રી ઋતંભરા ઋજુપ્રિયા ઋક્ષાર્ચિ ઋદ્ધિ સદા

કામ્યા કલ્પિતદાયિની કમલિની કલ્યાણકારિણી વા

ખંડેંદુતિલકપ્રિયા ગગનગામિની ખગા ખ્યાતિદા

ગોવિંદાંધ્રિ સમુદ્ભવા ગિરિસુતા ગાયત્રી ગૌરી ગીતા

ગંભીરાંગી ગતિપ્રિયા ગુણવતી ગુર્વી ગિરિશપ્રિયા

ઘંટાનાદપ્રિયા ચ ઘર્ધર સ્વના ઘોષા ઘૃતા ઘર્ઘરા

ચંપૂ ચામરવીજિતા ચિરસ્થિરા ચાંપેય સુલોચના

છદ્મધ્ની છલહારિણી સુજલજા ઝિરીશવંદ્યા જયા

ઢક્કાનાદ ચલજ્જલા ત્રયપથા ત્રૈલોક્ય વ્યાપિની જયા

તન્વી તિમિરચંદ્રિકા તરણિજામિત્રા તુલાવિર્હિતા

દક્ષા દૂષણવર્જિતા દ્રુતપદા દારિદ્રય દમ્ની દ્રવા

કાશીખંડ – પુરાણસ્કંદ – કથિતા શ્રીવેદવ્યાસામૃતા

ગંગા નામ સહસ્રિકા શતશતાર્ધ્ – એકાંશ શ્લોકાવૃતા[1]

ગંગા સ્નાન ફલપ્રદા અભયદા ઝંઝાજલાલંકૃતા

ૐકારાદિ – ક્ષમાર્તિકાઃ[2] ન મમ, શ્રીકૃષ્ણાય કૃષ્ણાર્પિતા…[3]

ધન્વિકોટિકૃતાવના ધનપ્રદા ધાત્રિણી ધેનુધીરા

નંદા નિર્મલજ્ઞાન – નિત્યસુખદા નિત્યોત્સવા નિર્મલા

નિજાનંદ પ્રકાશિની નદસરો માતા નિરુપદ્રવા

નિર્ણાશિત મહામલા  નિરવદ્યા નિષ્ઠાવતી નંદના

પૂર્ણા પૂર્તિ પયસ્વિની પૃથુફલા પદ્માલયા પાવની

પ્રાયશ્ચિત સ્વરૂપિણી પૃથુ પરા પુણ્યપ્રદા પાલિની

પદ્માક્ષી પ્રભુપાદ અર્ધ્યપ્રસૂતા પ્રત્યક્ષલક્ષ્મી પ્રીતા

ફુલ્લાંબુજ વિલોચના ફલકરા બ્રાહ્મી સ્વયં બ્રહ્મણ્યા

ભક્તિમુક્તિપ્રદા ભૃતિ ભયહરા ભાગીરથી ભૂતિદા

માયાતિમિરચંદ્રિકા મધુમતી મંદાકિની મોક્ષદા

યુક્તા યોગિની નિત્ય યજ્ઞફલદા યાચ્યા યશોદા યથા

રાગદ્વેષવિનાશિની રતિ રમા રમ્યા રસાજ્ઞા તથા

લાવણ્યામૃતવર્ષિણી સુલલિતા લેખસ્રવંતી વિધિ

વ્યોમસ્થા વિબુધપ્રિયા વ્રતરૂપા વિષ્ણુપદી વૈષ્ણવી

વૃષ્ટિકર્ત્રી વૃષાંકમૌલિનિલયા વેદ્યા વિપંચી વળી

વજ્રિવજ્રનિવારિણી વરપ્રદા વૃષ્ટિજલા વ્યાપિની

શિષ્ટા શંતનુવલ્લભા શુભફલા શેષા શુચિ શાલિની

સ્ત્રીસૌભાગ્યાપ્રદાયિની સરિદ્વરા સ્વઃસિંધુ સ્વર્ગ્યા સતી

શ્રધ્ધા સંપ તરંગિણી સરસ્વતી સ્વાહા સ્વધા સ્થૈર્યદા

સર્વવ્યાધિ મહૌષધી શુચિકરી સૌભાગ્યર્સ્વસુંદરી

સંસારાબ્ધિત રંડિકા હરપ્રિયા સૂક્ષ્મા ક્ષમા ક્ષેમદા;

ગંગા નામ સહસ્ર, શ્રાવ્ય સહુમાં એકાક્ષરી કાવ્ય-મા!


આધારઃ શ્રી ગઙ્ગા સહસ્રનામ સ્તોત્રમ્ (ગીતા પ્રેસ, ગોરખપુર; સં. 2063)


[1]       અર્ધએકાંશ = અર્ધૈકાંશ

[2]       ગંગાના સહસ્ર નામોમાં પહેલું નામ ૐકારરૂપિણી, છેલ્લું નામ ક્ષમા

[3]       કૃષ્ણદ્વૈપાયન વ્યાસે શ્રીકૃષ્ણને અર્પેલી

Leave a Comment