બહુ સુંદર બહુ સુંદર અલી તું

બહુ સુંદર બહુ સુંદર અલી તું

બહુ સુંદર બહુ સુંદર!

અખિલ આભની ગરિમા કહું કે

સ્વર સૂર રાગ સમુંદર!

શ્રદ્ધાના મંદિરમાં પથ્થરના પ્રભુનો જે ખ્યાલઃ

હું એ પર પય થઈ ટપકું,

તું પદ્મ પત્ર થઈ મ્હાલ!

તું ઉરતરુના સમીરમાં ફરફર

બહુ સુંદર બહુ સુંદર અલી તું

બહુ સુંદર બહુ સુંદર!

Leave a Comment