અગનિની સાખે

અગનિની સાખે લગનીએ લગન કરાવ્યાં :

ભાઈ અને બ્હેનીની વચ્ચે ભાભી આવ્યાં!

મહિયર – માતપિતા, ભગિની ને માડીજાયો,

સહિયર, સ્વજન, પળેપળ, ફળિયું – સંગ ભુલાયો!

નવ મૌક્તિકની માળ – યથાવત્ રહી સ્વસ્થાને

બ્હાર બિરાજ્યાં જેમ પ્લુટો; વૈજ્ઞાનિક જાણે!

જળનો દેહ ધરી નવપાત્રોના મેળામાં :

જેવા ઘાટ મળ્યા – આનંદે મહીં શમાયા!

ધરતી ને સૂરજની વચ્ચે ગુપ્ત ચંદ્રમા :

ભાઈ અને ભાભીની વચ્ચે બ્હેની આવ્યાં!

નહી ભાભી, નહિ બ્હેની; ભાઈ હશે ભરમાયાઃ

તાણા ને વાણાની વચ્ચે ટોણા આવ્યા!

Leave a Comment