અભિવંદના

આગતનું હો સ્વાગત मनसा

આગતનું  સુસ્વાગત!

આગતનું હો સ્વાગત  वचसा

આગતનું  સુસ્વાગત!

આગતને  વંદન નત  शिरसा

મમ ઉન્નત અવલંબન!

પ્રકટિત હો  સરસિજ  मनसरसा

રવિવર સહ અનુબંધન!

સહસા  રગરગ  પુલકિત  वपुषा

આગતનું  સુસ્વાગત!

આગત ચરણ પખાળું  पयसा   

તુલસી, અક્ષત, ચંદન! 

મુજ ઉરને ધબકાવે  उरसा

પલપલ પ્રેમલ સ્પંદન!

વસુમતી અતિઆનંદિત नभसा

આગતનું  સુસ્વાગત!

આગત સત્ત્વ  સનાતન  रजसा  –

સ્વાગત તેજ ચિરંતન तमसा  –

અણુ-અણુ મય-અનુકંપન!

શરણાગત-ભયભંજન!

ઝંકૃત  જીવનતંબૂર तरसा

આગતનું  સુસ્વાગત!

સ્મરણાગત સ્વયમાગત सहसा –

સહ અદ્ભુત અભિવ્યંજન

હે

અનિકેત-નિરંતનિકેતન!

સુસ્વાગત દેવકીનંદન –

અભિવંદન!   અભિવંદન!

Leave a Comment